મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ શા માટે ?
હવે તમારે તમારી મહેનતના પૈસા કયાં રોકવા એનો એક મૂંઝવણભર્યો પ્રશ્ન તમારી સામે આવીને ઊભો રહે છે. એવી કઈ વ્યક્તિ હશે જેને શ્રેષ્ઠ વળતર ન જાઈતું હોય ? ? તમારી જાતને જ પૂછો, તમારી બૅન્ક એફ.ડી. કે પોસ્ટઆૅફિસ ડિપોઝીટ તમને ટેકસ બાદ તમને કેટલું વળતર આપે છે ? ?
શું એવું થઈ શકે જ્યાં તમને તમારી બચત કે રોકાણ પર ૧પથી ર૦ ટકાનું વાર્ષિક વળતર મળે અને એ પણ ટૅકસ ફ્રી ? ? ! હા, એ શકય છે ! ! જે મ્યુચ્યઅલ ફંડથી શકય બને છે. આજ તારીખ સુધીના સમય દરમિયાન મ્યુચ્યઅલસ રોકાણના બીજા કોઈપણ વિકલ્પ કરતાં વધારે વળતર આપનારા સાબિત થયા છે.
આપણે મ્યુચ્યઅલ ફંડસના કેટલાક ફાયદાઓ પર એક નજર નાખીએ...
૧. મ્યુચ્યઅલ ફંડમાં સેવિંગ એકાઉન્ટમાં રાખેલી કેશ, ફિકસ્ડ ડિપોઝીટસ, રીકરીંગ ડિપોઝીસ કે પોસ્ટઆૅફિસ ડિપોઝીટ કરતાં નોંધપાત્ર વળતર આપનારા વિકલ્પ તરીકે સાબિત થયા છે.
ર. મ્યુચ્યઅલ ફંડ તમારા રોકાણ પર ટૅકસ બચાવવામાં અને તેને ફુગાવાની અસરથી પણ સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે.
૩. મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરવા માટે શેરમાર્કેટનું જ્ઞાન કે ઊંડી જાણકારી હોવી એ પણ જરૂરી છે.
શું થયું ? ? આશ્ચર્યમાં ડૂબી ગયા ? ? અલબત્ત કયાં રોકાણ કરવું એ ન જાણતા હોવા છતાં પૈસા કમાવવાનો વિકલ્પ છે મ્યુચ્યઅલફંડ ! ! મ્યુચ્યઅલ ફંડના રોકાણકાર તરીકે તમે પરોક્ષ રીતે તમારા પૈસાનું રોકાણ કે બોન્ડસમાં કરો છો. તમે મ્યુચ્યઅલ ફંડને તમારા વતી રોકાણ કરવાની મંજૂરી આપો છો.
બેન્ક એકાઉન્ટ કે ફિકસ્ડ ડિપોઝીટ કે જ્યાં તમે સામાન્ય વળતર મેળવો છો એ જ જગ્યાએ યોગ્ય મ્યુચ્યઅલ ફંડમાં કરેલ રોકાણ ચોક્કસ સમયગાળામાં સારા એવા ગુણાંકમાં તમને વળતર આપી શકે છે.