સમય પૈસાથી પણ વધારે કીમતી છે!
શું તમને ખબર છે કે મોટાભાગના લોકો રોકાણની વ્યૂહરચના નક્કી કરવામાં શા માટે નિષ્ફળ જતાં હોય છે ?? કારણ કે તેઓને આ પૈસા કેટલા સમયમાં પાછા જાઈશે એ અંગે તેઓ સ્પષ્ટ હોતા નથી. તમે તમારા જીવનના જુદા-જુદા લક્ષ્ય વિશે વિચારો અને એમને પ્રાપ્ત કરવા તમને કેટલા પૈસા જાઈશે એ વિચારો, તમારી જાતને એ પણ પૂછો કે તમને તમારી રોકાણ કરેલી રકમ નજીકના ૧-ર વરસના સમયગાળામાં જાઈએ કે ૧૦ વરસ સુધીના લાંબા સમયગાળામાં જાઈએ. રોકાણ કરતાં પહેલા રોકાણ કરવાનો હેતુ અને સમયગાળો બન્ને વસ્તુઓ અંગે તમે સ્પષ્ટ હોવ એ જરૂરી છે.
જા તમને તમારી રોકાણ કરેલી રકમ નજીકના ભવિષ્યમાં તમારા લગ્ન સમયે ઘર ખરીદવા માટે પાછી જાઈતી હોય તો તમારે એ પૈસાને સેવિંગ એકાઉન્ટ, ફિકસ્ડ ડિપોઝીટ કે ડેટ ફંડસમાં રોકવા જાઈએ. આ બચતનો એક એવો વિકલ્પ છે જ્યાં તમારા પૈસા માર્કેટની Âસ્થતિ સારી ન પણ હોય તોય સુરક્ષિત રહેશે અને તેમાં વળતર પણ મળશે.
પણ જા તમારે લાંબા સમયગાળા માટે રોકાણ કરવું હોય તો મ્યુચ્યઅલ ફં તમને આશ્ચર્યજનક વળતર આપી શકે છે. હા, નજીકના સમયગાળામાં તમને નુકસાન થઈ શકે, પણ લાંબા સમયગાળા માટે મ્યુચ્યઅલ ફંડ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. અમે જા તમે ઓછામાં ઓછી ૩ થી પ વરસથી મુદ્દત માટે રોકાણ કરવા માંગતા હોવ તો અમે તમને ઈÂક્વટી મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપીશું. જા ધ્યાનપૂર્વક મ્યુચ્યઅલ ફંડ પસંદ કરવામાં આવે તો, મ્યુચ્યઅલ ફંડસ વધુમાં વધુ વળતર આપવાની ક્ષમતા ધરાવે છે. મ્યુચ્યઅલ ફંડસથી આપણને કઈ રીતે ફાયદો મળશે એ આપણે આપણા આગળના ભાગમાં જાઈશું.