શા માટે મહત્વનું રોકાણ કરવું છે ?
દુનિયાના જાણીતા બિલિયોનર અને રોકાણકાર વોરન બફેટનું કહેવું છે કે, ‘‘ખર્ચ કર્યા પછી બચત ન કરો, પણ બચત કરો અને પછી ખર્ચ કરો.’’
શા માટે બચત કે રોકા કરવું અઘરું છે એ જાણવા માટે તમારા જીવનના લક્ષ્યોને જુદી રીતે આંકવા જરૂરી છે. તમે તમારું પોતાનું ઘર કે તમારી પહેલી કાર ખરીદવા માટે પૈસા બચત કરવા માંગતા હશો. પણ ભવિષ્યમાં તમને તમારા બાળકોના શિક્ષણ પાછળ ઘણી મોટી રકમ ખર્ચ કરવી પડશે.
જેના માટે પહેલો નિયમ એ છે કે બચત કરવાની ટેવ પાડો. ચાહે તમે નોકરી કરતા હોવ કે બિઝનેસ કરતા હોવ પણ જ્યારે બચત કરવાની વાત આવે ત્યારે તમારે શિસ્તપૂર્વક તટસ્થ બનવું જાઈએ.
જા તમે પરણેલા હોવ અને તમારા બાળકો હોય તો તમારું લક્ષ્ય તમારી આવકની ૧૦થી ૧પ ટકા રકમ બચત કરવાનો હોવો જાઈએ. પણ જા તમારા લગ્ન ન થયા હોય તો તમારી આવકની લગભગ રપથી ૩૦ ટકા રકમની બચત થવી જાઈએ.
તમારા બૅન્કના ખાતામાંથી ઓટો ડેબિટ, ફિકસ્ડ ડિપોઝિટ, રીકરીંગ-ફિકસ્ડ ડિપોઝિટ કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે બચત કરી શકો છો. બચતના આ વિકલ્પો અપનાવવાથી ફકત તમારે ખર્ચ જ ઓછો નહિ થાય પણ એ તમને સંકટ સમયે મિલકત વસાવવામાં પણ મદદરૂપ થશે.
ઘણા એવા વિકલ્પો છે જ્યાં લોકો બચત કરેલા પૈસાનું રોકાણ કરતાં હોય છે. જેમ કે ફિકસ્ડ ડિપોઝીટસ, રિકરીંગ ફિકસ્ડ ડિપોઝીટસ, પોસ્ટ આૅફિસ, સેવિંગ એકાઉન્ટ, સોનું, જમીન, મ્યુચ્યુઅલ ફંડસ વગેરે. પણ રોકાણ કરવાનો મૂળ હેતું શું છે ? ? શું તમને તમારી રોકાણ કરેલી રકમ આવનારા ૧-ર કે ૪-પ વરસમાં પાછી જાઈશે ? અને તમારી જાખમ ઉઠાવવાની ક્ષમતા કેટલી છે ? આ એવા કેટલાક સવાલો છે જે તમારે રોકાણ કર્યા પહેલા તમારી જાતને પૂછવા જાઈએ.
આપણે આપણા પૈસાનું કયાં રોકાણ કરવું જાઈએ એ પહેલા આપણે એનો સમયગાળો નક્કી કરવો એ એક કામ છે, જેની ચર્ચા આપણે આપણા બીજા વૃતાંશ-લેખમાં કરીશું.