મ્યુચ્યઅલ ફંડ અને ફિકસ્ડ ડિપોઝીટ
વળતરનો ફાયદો
છેલ્લા પાંચ વરસના સમયગાળામાં ફિકસ્ડ ડિપોઝીટે ટેકસની ગણતરી કર્યા બાદ આશરે ૬.પ ટકાનું વળતર આપ્યું છે. જ્યાં ઇક્વિટી અને ડેટ મ્યુચ્યઅલ ફંડસએ ર૦ ટકા અને ૧૪ ટકાનું પ્રશંસનીય વળતર આપ્યું છે.
ટૅકસ પર ફાયદો
ફિકસ્ડ ડિપોઝીટ પર તમારે વ્યાજની રકમ પર ૩૦ ટકા સુધીનું ટેકસ ભરવું પડે છે. જ્યારે જા તમે ઇક્વિટી મ્યુચ્યઅલ ફંડસમાં ૧ વરસથી વધારેના સમયગાળા માટે રોકાણ કરો તો તમે ટૅકસ ભરવાની જવાબદારીમાંથી બાકાત થઈ જાવ છો. આ સિવાય ડેટ ફંડસમાં પણ જા તમે ત્રણ વરસથી વધારે સમયગાળા માટે રોકાણ કરો તો તમે ટેકસને લગતા ઘણા બધા ફાયદા મેળવી શકો છો.
અર્થતંત્ર પર ફુગાવાની અસર દરમિયાન પણ ફાયદો
મ્યુચ્યઅલ ફંડસ ફુગાવાની અસરમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. ફુગાવો વસ્તુ અને સેવાઓ કેટલી સસ્તી કે મોંઘી થઈ છે તે અંગેનું એક માપદંડ છે. છેલ્લા પાંચ વરસમાં સરેરાશ ફુગાવાનો દર ૭ ટકા જેટલો રહ્યો છે, જે ફિકસ્ડ ડિપોઝીટ પર મળતા વળતર કરતા વધારે છે. જેનો સીધો અર્થ એ છે કે જા કોઈપણ વસ્તુની કિંમત પાંચ વરસ પહેલા જા ૧૦૦ રૂપિયા હોય તો હાલમાં તેની કિંમત ૧૪૦ રૂપિયા થઈ ગઈ હશે. જે દર્શાવે છે કે હકીકતમાં ફિકસ્ડ ડિપોઝીટ તમારી સંપત્તિમાં વધારો નથી કરતી, પણ ફકત ફુગાવાના દરને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે.
શું હજુ પણ તમે મ્યુચ્યઅલ ફંડસમાં રોકાણ કરવા અંગે વિચારી રહ્યા છો ? શું એ વિચારી રહ્યા છો કે તમારે કેટલા પૈસાથી રોકાણની શરૂઆત કરવી જાઈએ ? ? અમારા આગળના ભાગમાં અમે તમને એનો પણ જવાબ આપીશું...