ELSS - મ્યુચ્યઅલ ફંડ દ્વારા ટેકસ સેવિંગ
શું તમે એવું વિચારી શકો જ્યાં તમારા રોકાણ કરેલા પૈસા પણ વધી રહ્યા હોય અને તમને ટેકસની પણ બચત થાય ? જા તમે ફિકસડ ડિપોઝીટમાં રોકાણ કરો છો, તો તમને મળતા વાર્ષિક વ્યાજ પર તમારે ૩૦ ટકા ટૅકસ ચૂકવવો પડશે.
ઈન્જીજી (ઇક્વિટી લિડકડ સેવિંગ સ્કીમ)ઃ
આ રોકાણકારો માટેનું એક સ્પેશિયલ ફંડ છે. જ્યાં ઊંચા વળતરની સાથોસાથ તમને ટેકસનો લાભ પણ મળે. જેની જુદી-જુદી લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.
- આ એક ઇક્વિટી મ્યુચ્યઅલ ફંડ છે જ્યાં રોકાણકારોએ ઓછામાં ઓછા ૩ વરસ માટે રકમનું રોકાણ કરવું પડે છે.
- સેકસન નંબર ૮૦ઝ્ર હેઠળ ઈન્જીજી માં રોકાણ કરેલી રકમ પર ટેકસ ચૂકવવો પડતો નથી. (વધુમાં વધુ ૧,પ૦,૦૦૦) જેથી તમારી વાર્ષિક ૪૬૦૦૦ રૂપિયાના ટેકસની બચત થાય છે.
- જ્યારે તમે રોકાણ કરેલી રકમનો ત્રણ વરસ પછી ઉપાડ કરો ત્યારે તમારે ૧૦ ટકા LTCG ટેકસ ભરવો પડશે. જે ફિકસ્ડ ડિપોઝીટ પર ભરવા પડતા વાર્ષિક ૩૦ ટકાના ટેકસની સરખામણીએ ઘણું ઓછું કહેવાય.
ELSS સ્કીમ નોકરી કરતા લોકોમાં ખૂબ જ પોપ્યુલર છે. કારણ કે તે સારા વળતરની સાથે ટેકસ બચતનો પણ લાભ આપે છે. ઈન્જીજીને બજાર નીચું હોય ત્યારે ખરીદવાથી તમને વધારે વળતર અને ટેકસ બચત બન્નેનો લાભ મળશે.
અહીં ELSS suggestions મેળવો અથવા ELSS અંગેના પ્રશ્નો પૂછવા માટે અમારો સંપર્ક કરો.