મ્યુચ્યુઅલ ફંડ vs યુલિપ્સ
યુલિપ એટલે કે યુનિક લિન્કડ ઈન્સ્યોરન્સ પ્લાન વીમા અને રોકાણનું મિશ્રણ છે. યુલિપ વીમા પ્લાન શેર માર્કેટ અને બોન્ડસ બન્નેમાં રોકાણ કરીને વળતરના ફાયદાની સાથે વીમો પણ પૂરો પાડે છે.
યુલિપ અંગેની જાણકારીઃ
યુલિપ પર ચૂકવવામાં આવતા પ્રિમિયરની અમુક ચોક્કસ રકમ વીમામાં અને બાકીની રકમ સ્ટોકસ અને બોન્ડસમાં રોકવામાં આવે છે.
- યુલિપમાં કરેલું રોકાણ સેકશન ૮૦સી અને ૮૦સીસી હેઠળ ટેકસમાંથી બાદ મળે છે.
- યુલિપમાં લોક-ઈન-પિરિયડ પાંચ વરસનો છે.
- યુલિપની ફી ઊંચી અને તેની પારદર્શકતા મ્યુચ્યઅલ ફંડ કરતાં ઓછી છે.
- યુલિપમાં રોકાણ કરેલ લોકઈન પિરિયડ પહેલા ઉપાડવા જતાં વધારે ચાર્જ વસૂલ કરવામાં આવે છે.
યુલિપના વિકલ્પ તરીકે રોકણકારો ટર્મપ્લાન ઈન્સ્યોરન્સ-વીમામાં કે મ્યુચ્યઅલ ફંડસમાં રોકાણ કરી શકે છે.