ડેટ અને બેલેન્સ ફંડસ
જેમ ઇક્વિટી મ્યુચ્યઅલ ફંડસમાં વધારે જાખમ અને લાંબા સમયગાળાના રોકાણની દૃષ્ટિ ધરાવતા સાહસિક રોકાણકારો માટે હોય છે, તેમ ડેટ અને બેલેન્સ ફંડસ મધ્યમ જાખમ ધરાવતા રોકાણકારો માટે છે.
ડેટ મ્યુચ્યઅલ ફંડસમાં જાખમ ઓછું હોય છે અને તે મુખ્ય રીતે શેરમાર્કેટમાં સિવાય એકધારી આવક ધરાવતા સરકારી બોન્ડસ, કોર્પોરેટ બોન્ડસ વગેરેમાં રોકાણ કરે છે. ડેટ મ્યુચ્યઅલ ફંડને સમયમર્યાદા અનુસાર નીચે મુજબ વગીકૃત કરવામાં આવે છે.
ફંડનો પ્રકાર |
પ્રોડકટ |
સમયમર્યાદા |
વળતર ટકાવારીમાં |
લિક્વિડ ફંડસ |
ટ્રેઝરી બિલ્સ |
૧ થી ૯૦ દિવસ |
૭% થી ૯% |
ખૂબ ટૂંકા ગાળાના ફંડ |
ટી બિલ્સ, કોમર્શિયલ પેપર |
૩ થી ૬ માસ |
૭% થી ૯% |
ટૂંકા સમયગાળાના ફંડ |
કોમર્શિયલ પેપર્સ |
૬ માસથી ૧ વર્ષ |
૭.પ% થી ૯.પ% |
મધ્યમ સમયગાળાના ફંડ |
કોર્પોરેટ બોન્ડસ અને સરકારી બોન્ડસ |
૧ થી ૩ વરસ |
૮% થી ૧૦% |
લાંબા સમયગાળાના ફંડ |
કોર્પોરેટ બોન્ડસ અને સરકારી બોન્ડસ |
૩ થી વધારે વરસ |
૯% થી ૧૧% |
ફિકસ્ડ ડિપોઝીટ કરતાં વધારે વળતર આપતા ડેટ મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરવા પર ટેકસને લગતા પણ ઘણા ફાયદાઓ મળે છે, જેને આપણે આગળ જાઈશું.
બેલેન્સ ફંડસઃ બેલેન્સ ફંડસ મુખ્ય રીતે ઇક્વિટી અને ડેટ ફંડમાં અને એમાંય ખાસ કરીને ૬પ ટકાથી વધારે રકમ સ્ટોકસમાં રોકાણ કરે છે, જેના કારણે ઊંચું વળતર મળે અને ટેકસની બચત કરી શકાય.
બેલેન્સ ફંડસ ખાસ કરીને પ્રમાણસરનું જાખમ લઈને ઊંચું વળતર મેળવવા માંગતા અને પૂરી રકમ સ્ટોકસમાં ન રોકવાની ઈચ્છા ધરાવતા રોકાણકારો માટે હોય છે.
હવે જેમ આપણે વિવિધ પ્રકારના ફંડસને તમારા જાખમ લેવાના સાહસ મુજબ જાયા, એ રીતે આપણે હવે મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરીને ટેકસ કેવી રીતે બચાવી શકાય એની વિગતવાર ચર્ચા કરીશું.