ઇક્વિટી મ્યુચ્યઅલ ફંડ
મારે શેર માર્કેટમાં રોકાણ કરવું છે, પણ મને ખબર નથી કે મારે કયા સ્ટોકસમાં રોકાણ કરવું. મને એ પણ ખબર નથી કે મારે એ સ્ટોકસને કયારે ખરીદવા અને કયારે વેચવા. મારી પાસે શેરમાર્કેટનું અભ્યાસ કરવા માટેનું જ્ઞાન પણ નથી.
આ બધી જ મૂંઝવણ જા તમારી હોય તો ઇક્વિટી ફંડસ તમારી બધી જ સમસ્યાનું એકમાત્ર સમાધાન છે. ઇક્વિટી મ્યુચ્યઅલ ફંડસ પ્રાથમિક રીતે કંપનીના શેર અને સ્ટોકસમાં રોકાણ કરે છે. જેનું સંચાલન પ્રોફેશનલ ફંડ મેનેજર્સ દ્વારા કરવામાં આવે છે, જેઓ શેરમાર્કેટમાં રોકાણ કરતાં પહેલા તેનો ઊંડો અભ્યાસ અને જાણકારી ધરાવતા હોય છે.
લાર્જ કેપ ફન્ડસ : લાર્જ કેપ ફન્ડસ વિશાળ મૂડી ધરાવતી કંપનીઓમાં રોકાણ કરતા હોય છે. જેનો અર્થ થાય છે કે આ ફંડ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ વગેરે જેવી મોટી કંપનીઓમાં તમારા પૈસાનું રોકાણ કરે છે જ્યાં રોકાણ કરવું સુરક્ષિત હોય.
મિડકેપ ફન્ડસઃ મિડકેપ ફન્ડસ ઓફ ઇન્ડિયા, ટી.વી.એસ.મોટર્સ વગેરે જેવી સારી-મોટી મૂડી ધરાવતી કંપનીઓમાં રોકાણ કરે છે. સામાન્ય રીતે મિડ કેપ ફન્ડસમાં રોકાણ કરવું લાર્જ કેપ ફન્ડસની સરખામણીએ જાખમી હોય છે. પણ તેમાં ૩ થી પ વરસના સમયગાળા દરમિયાન વળતરનો ઊંચો દર મેળવી શકાય છે.
સ્મોલ કેપ ફન્ડસ : સ્મોલ કેપ ફન્ડસ નાની કંપનીઓમાં રોકાણ કરે છે. જે વધારે જાખમી હોય છે. પણ તેમાં ઘણા ઊંચા દરે વધારે મેળવવાની શકયતા રહેલી હોય છે. રોકાણકારો સ્મોલ કેપ ફન્ડસમાં પ થી ૭ વરસથી વધારાના સમયગાળાની મર્યાદા ધ્યાનમાં રાખીને જાડાણ કરે છે.