મ્યુચ્યઅલ ફંડની મુખ્ય
મ્યુચ્યઅલ ફંડના પ્રાથમિક અને પાયાના ત્રણ માપદંડો છેંસ્, દ્ગછફ અને એકસપેન્સ રેશીઓ છે, જે દરેક રોકાણકાર માટે જાણવા અગત્યના છે.
આ પહેલા આગળ ચર્ચા કરેલા રવિના ઉદાહરણને જ્યાં તે પોતાનું ફંડ શરૂ કરે છે તેને આગળ વધારીએ.
દાખલા તરીકે રવિને એના ૧૦ મિત્રોમાંથી દરેકે ૧૦૦૦ રૂપિયા રોકાણ કરવા માટે આપ્યા. જેથી રવિ પાસે સ્ટોકસ કે બોન્ડસમાં રોકાણ કરવા માટે ૧૦,૦૦૦ રૂપિયા જમા થયા. એક વરસ પછી આ રોકાણ કરેલા પોર્ટફોલિયાની કિંમત ૧ર,૦૦૦ થઈ ગઈ. એટલે દરેક મિત્રએ રોકાણ કરવા આપેલા ૧૦૦૦ રૂપિયાની કિંમત ૧ર૦૦ રૂપિયા થઈ ગઈ. આ ઉદાહરણમાં આપણે એવું ધારીએ કે રવિ તેના દોસ્તના પૈસાનું રોકાણ કરવા બદલ તેમની પાસેથી કોઈ ફી વસૂલ કરતો નથી. જ્યારે મ્યુચ્યઅલ ફંડની બાબતમાં ફંડ મેનેજર સામાન્ય દરે ફી વસૂલ કરે છે. રોકાણનું સંચાલન કરવાની રકમને ફંડના ‘એકસપેન્સ રેશીઓ’ તરીકે ઓળખવામાં આવે છે. એકસપેન્ટસ રેશીઓને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે રોકાણકારો, ઓછી ટકાવારી ધરાવતા એકસપેન્ટસ રેશીઓવાળા મ્યુચ્યઅલ ફંડને પસંદ કરતા હોય છે.
મ્યુચ્યઅલ ફંડની ટોટલ માર્કેટ વેલ્યુને એસેપ્સ અન્ડર મેનેજમેન્ટ અથવા છેંસ્ તરીકે ઓળખવામાં આવે છે. રવિએ છેંસ્ની શરૂઆત ૧૦,૦૦૦થી કરી હતી. જેની કિંમત વરસના અંતે ૧ર,૦૦૦ થઈ ગઈ હતી.
ફંડના પ્રત્યેક યુનિટની માર્કેટ વેલ્યુને નેટ એસેટ વેલ્યુ અથવા દ્ગછફ તરીકે ઓળખવામાં આવે છે. આ દ્ગછફને આપણે એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. જા આપણે એક રૂપિયાના સફરજનના પ ભાગ કરીએ તો સફરજનના દરેક ભાગની કિંમત ર રૂપિયા થાય. બીજા શબ્દોમાં સફરજનની એનએવી ર રૂપિયા થઈ ગણાય.
મ્યુચ્યઅલ ફંડસની દુનિયામાં ફંડ હાઉસ તેમની નેટ એસેટ વેલ્યુ છેંફ દ્વારા આંકતા હોય છે. રવિના ઉદાહરણમાં શરૂઆતમાં દ્ગછફ ૧૦૦૦ રૂપિયા હતી. (૧૦૦-૧૦) જેમ ફંડના છેંસ્માં રોજબરોજ ફેરફાર થતા હોય છે તેમ દ્ગછફ પણ દૈનિક ધોરણે વધઘટ થતી રહે છે.
હવે આગળ આપણે મ્યુચ્યઅલ ફંડસને ડેટ, ઇક્વિટી અને બેલેન્સ જેવી સંપત્તિના આધારે વર્ગીકૃત કરીશું.