મ્યુચ્યઅલ ફંડ શું છે?
મ્યુચ્યઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટસ શેરમાર્કેટમાં આવતા ઉતાર-ચઢાવને આધીન છે. પ્લીઝ, રોકાણ કરતાં પહેલા મ્યુચ્યઅલ ફંડસની સ્કીમને લગતા બધા જ દસ્તાવેજાને ધ્યાનથી વાંચશો.
જાખમ એ મ્યુચ્યઅલ ફંડસથી સંકળાયેલી વસ્તુ છે. પણ મ્યુચ્યઅલ ફંડસની જાણકારી અને તેને લગતા ફાયદાઓથી તેનો ખૂબ જ દૂરનો સંબંધ ગણી શકાય.
મ્યુચ્યઅલનો અર્થ થાય છે લોકોનો સમૂહ અને ફંડનો અર્થ થાય છે નાણું-રોકડ એકઠી કરવી. મ્યુચ્યઅલ ફંડ રોકાણ કરવા માટેની એક એવી ઈન્વેસ્ટમેન્ટ પ્રોડકટ છે જે ઘણાબધા રોકાણકારો પાસેથી બોન્ડસ, શેર સ્ટોકસ, ગોલ્ડ વગેરેમાં રોકાણ કરવા માટે પૈસા ઉઘરાવવાનું કામ કરે છે.
મ્યુચ્યઅલ ફંડની કામગીરી આપને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ. આપનો દોસ્ત રવિ એક સારો રોકાણકાર છે અને શેર માર્કેટની ઊંડી જાણકારી ધરાવે છે. રવિએ પોતાના પર્સનલ રોકાણ પર સારું એવું વળતર મેળવ્યું છે. બસ એ જ રીતે એવું જ વળતર મેળવવાની અપેક્ષાએ તેના સ્નેહીજનો પણ રોકાણ અંગેની સલાહ લેવા માટે તેની પાસે આવતા રહે છે. જે સલાહ આપવાના બદલામાં રવિ તેમની પાસેથી ફી વસૂલ કરીને પોતાનું ફંડ શરૂ કરે છે. બસ, મ્યુચ્યઅલ ફંડ પણ એ જ રીતે કામ કરે છે. ફંડ મેનેજર રોકાણકારો પોતાની પાસેથી ઉઘરાવેલા નાણાંનું માર્કેટમાં રોકાણ કરે છે.
મ્યુચ્યઅલ ફંડ રોકાણની શરૂઆત કરવાની, ઉપાડ કરવાની, રોકાણ કરવાની વગેરે જાણકારી ન હોવા છતાં રોકાણકારોને રોકાણ કરવાની સ્વતંત્રતા આપે છે. રોકાણ કરેલી રકમનું સંચાલન ર૪ - ૭ કાર્યરત રહેતા રિસર્ચ એનાલિસ્ટ, ટ્રેડર્સ અને ફંડ મેનેજરો દ્વારા કરવામાં આવે છે. જેથી કરીને રોકાણકારને મહત્તમ વળતર આપી શકાય. ટૂંકમાં તમારી રોકાણ કરેલી રકમનું સંચાલન કરવાની ફરજ મ્યુચ્યઅલ ફંડ તમારા વતી બજાવે છે.
મ્યુચ્યઅલ ફંડસમાં રોકાણ કરવાના ખયાલને આપણે વિસ્તારથી આગળના ભાગમાં સમજીશું.