સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન ઃ SIP
તમારે તમારા પૈસાનું એકસાથે રોકાણ કરવું છે કે તબક્કાવાર કરવું છે ? તમે આશરે એક રકમની અથવા એસઆઈપીના ચોક્કસ ઈન્સ્ટોલમેન્ટસ-હપતાથી શરૂઆત કરી શકો છો.
એસઆઈપી અથવા સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા તમે તમારી અનુકૂળતા મુજબ દૈનિક, સાપ્તાહિક, માસિક કે ત્રિમાસિક ગમે તે વિકલ્પ અનુસાર હપતા ભરીને રોકાણ કરી શકો છો. નોકરી કરનાર લોકો એકસાથે રકમ રોકી ન શકતા હોય તેમને એસઆઈપી દ્વારા મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરવું વધારે અનુકૂળ રહે છે. એસઆઈપી અને રિકરિંગ ડિપોઝિટ બરાબર જ ગણી શકાય, જ્યાં તમે ચોક્કસ સમયગાળા બાદ મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.