વળતરની સરખામણી
ફંડની મુખ્યત્વે ચાર જુદા-જુદા પ્રકાર હોય છે, જે ઈએલએસએસ, ડેટ અને ઇક્વિટી એન્ડ બેલેન્સ ફંડસ છે, આપણે આ ત્રણેયમાં રોકાણ કરવા પર મળતા વળતરને મ્યુચ્યઅલ ફંડ, ફિકસ ડિપોઝીટ અને સોનામાં મળતાં વળતર સાથે સરખાવીશું.
એસેટ કલાસ |
સરેરાશ પ વરસનું વળતર ટકામાં |
પાંચ વરસ બાદ એક લાખની કિંમત |
ફિકસ્ડ ડિપોઝીટ (ટેકસ બાદ કરીને) |
૬.પ% |
૧.૩૭ |
ELSS પર વળતર |
ર૦.૪૭% |
ર.પ૪ |
ડેટ ફન્ડસ પર વળતર |
૧૪.૪ર% |
૧.૯૬ |
ઇક્વિટી ફન્ડસ પર વળતર |
ર૭.૬ % |
૩.૩૮ |
ભેલેન્સ ફંડ પર વળતર |
૧૬.ર૪% |
ર.૧ર |
સોના પર વળતર |
-૦.૯૮% |
૦.૯પ |
*ઉપરના ચાર્ટમાં એવરેજની ગણતરી દરેક શ્રેણીમાં ટોપ ૩૦ ફન્ડસને લઈને કરવામાં આવેલ છે
મ્યુચ્યઅલ ફંડસ છેલ્લા પાંચ વરસથી બધા જ રોકાણો કરતાં વધારે વાર્ષિક ર૭ ટકાનું વળતર આપી રહ્યા છે. આ ઉપરાંત ઓછા જાખમ ધરાવતા ડેટ ફન્ડસ પણ બેન્ક ફિકસ ડિપોઝીટ કરતાં લગભગ બમણું વળતર આપનારા સાબિત થયા છે. ખરેખર, મ્યુચ્યઅલ ફંડસ સંપત્તિ વધારવાનો એક ખૂબ જ સારો વિકલ્પ છે. હવે આગળ આપણે મ્યુચ્યઅલ ફંડસમાં કઈ રીતે રોકાણ કરી શકાય એ સમજીશું.