ફંડની પસંદગી
એક ફંડની પસંદગી કરતાં પહેલાં જાખમ અને વળતર સિવાયના કેટલાક પરિબળોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે. ફંડ હાઉસ દ્વારા ફંડ ચલાવવા માટે જે ચાર્જ વસૂલ કરવામાં આવે છે તેને ફંડ ચાર્જીસ કહેવાય છે. જેમાં મેનેજમેન્ટ ફી, એડિમન ચાર્જીસ, કમિશન વગેરેનો સમાવેશ થાય છે, જેને એકસપેન્સ રેશીઓ કહેવાય છે.
જા તમારે સરખું વળતર આપતા અને જુદા-જુદા એકસપેન્સ રેશીઓ ધરાવતા જુદા-જુદા બે ફંડસ વચ્ચે કોઈ એક ફંડની પસંદગી કરવી હોય તો તમારે ઓછું એકસપેન્સ રેશીઓ ધરાવતા ફંડની પસંદગી કરવી જાઈએ. જેમ કે જા ફંડમાં ૧પ ટકાનું વળતર મળતું હોય અને એકસપેન્સ રેશીઓ ૩ ટકા હોય તો તમને ૧ર ટકાનું વળતર મળ્યું ગણાય.
ફંડ સાઈઝ પરથી મ્યુચ્યઅલ ફંડ પર રોકાણકારોનો ભરોસો મૂલવી શકાય. જેને એયુએમ-એસેટસ અન્ડર મેનેજમેન્ટ કહેવામાં આવે છે. એક રોકાણકારે જે મ્યુચ્યઅલ ફંડનો એયુએમ વધારે હોય તેમાં રોકાણ કરવું જાઈએ. મ્યુચ્યઅલ ફંડસ એયુએમ અને હોલ્ડિંગ્સને પણ માસિક ધોરણે જાહેર કરતા હોય છે. જેનો ડેટા-એએમએફઆઈ (https://www.amfiindia.com) પર અને ફંડ હાઉસની વેબસાઈટ પરથી મેળવી શકાય છે.
જેમ કે તમે એવા મ્યુચ્યઅલ ફંડને પસંદ કર્યો, જે લાર્જ કેપમાં રોકાણ કરે છે તો તમે નિફટી પ૦માં આવતી કંપનીઓના વળતરને એક આધાર તરીકે લઈ શકો. જા ફંડ આ આધાર તરીકે લેવાયેલી કંપનીઓ કરતાં પણ સારું વળતર આપે તો એ એક ખૂબ જ સારું મ્યુચ્યઅલ ફંડ ગણી શકાય.