વળતર અને જાખમ
મ્યુચ્યઅલ ફંડમાં વળતર એકધારું મળે એ ખૂબ જ અગત્યનું છે. રોકાણ કરતી વખતે તમારે છેલ્લા કેટલાક મહિનામાં સ્ટોકસ પર મળેલા વળતરને ધ્યાનમાં ન લેવું જાઈએ.
મ્યુચ્યઅલ ફંડની એનએવી-નેટ એસેટ વેલ્યુ દરરોજ બહાર પડતી રહે છે. જેમ કે પહેલા દિવસની એનએવી-ા અને એક વરસ પછીની એનએવી ૧ર હોય તો વાર્ષિક વળતર ૯ ટકા ગણાય. મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલા તમારે છેલ્લા એકથી ત્રણ વરસના વળતરને ધ્યાનમાં લેવું જાઈએ.
વળતર જેટલું જ અગત્યનું છે જાખમનું પરિબળ. સ્કીમના દસ્તાવેજમાં દર્શાવાયેલું રિસ્ક પ્રોફાઈલ ફંડના લક્ષ્ય સાથે બંધબેસતું હોવું જાઈએ. જે ફંડ હાઉસ દ્વારા લોન્ચ કરતી વખતે જાહેર કરવામાં આવે છે. જાખમના પાંચ પ્રકાર હોય છે. ખૂબ જ ઓછું, ઓછું, સામાન્ય, વધારે અને ખૂબ જ વધારે.
એક વખત ફંડ લોન્ચ થઈ ગયા બાદ જાખમ વળતરમાં મળતી વધ-ઘટ પર આંકવામાં આવે છે. ફંડમાં વધ-ઘટ જેટલી ઓછી થાય ફંડનું પ્રદર્શન એટલું વધારે સારું ગણાય.
ઉદાહરણ તરીકે એક સ્મોલ કેપ ફંડમાં ઊંચા દરના વળતરની ક્ષમતા રહેલી હોય છે. જા તે એક બેલેન્સ ફંડ કે ડેટ ફંડ હોય તો ફંડમાં જાખમનું પ્રમાણ ઓછું હોય. આ ડેટ મ્યુચ્યઅલ ફંડ દ્વારા માસિક ધોરણે જાહેર કરવામાં આવે છે, જે ફંડ હાઉસની વેબસાઈટ પર ફ્રીમાં જાઈ શકાય છે.
નીચેની લિંકને ક્લિક કરીને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ શરૂ કરવા માટે હવે ફિક્કી એપ ડાઉનલોડ કરો.
