રોકાણના લક્ષ્યો
‘‘મ્યુચ્યઅલ ફંડસ સહી હૈ....’’ તમે આ જાહેરખબર ટીવી અને હો‹ડગ્સ પર ઘણીવાર જાઈ હશે. પણ શું એ ખરેખર સાચી છે ? ?
હકીકતમાં જા તમે તમારા રોકાણનું લક્ષ્ય સાચી દિશામાં અને યોગ્ય ફંડસ તરફ ધર્યું હોય તો મ્યુચ્યઅલ ફંડ એનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે.
દરેક રોકાણકારોને જે પડકારનો સામનો કરવો પડે છે તે એ છે કે જુદી-જુદી પ્રકારના ઘણા બધા ફંડસના વિકલ્પમાંથી યોગ્ય ફંડની પસંદગી કરવી. કોઈપણ મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલા તમારે તમારી જાખમની ક્ષમતા, રોકાણની સમયમર્યાદા વગેરે જેવા પરિબળો ધ્યાનમાં રાખવા પડે.
ધારો કે તમે પંચાવન વરસના છો અને તમે આવનાર પ થી ૬ વરસમાં થવાની નિવૃત્તિ માટે બચત કરી રહ્યા છો. જેથી તમે તમારા મિત્રની સલાહ પર સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરો છો. પાંચ વરસ બાદ બની શકે કે તમારા રોકાણ કરેલા ફંડની બજાર કિંમત ઘટી જાય અને કદાચ તમે તમારી રકમ પણ ન મેળવી શકો. આ પરિસ્થિતિમાં તમારે ડેટ ફંડસમાં રોકાણ કરવું સલાહભર્યું ગણાય કે જ્યાં જાખમ ઓછું રહેલું હોય.
યાદ રાખો, તમે જે ફંડને પસંદ કર્યો ત્યારે તમે તમારી જરૂરિયાતને અગત્યતા આપવાનું ભૂલી ગયા. આથી તમે ફંડનો વાંક કાઢી શકો નહિ