મ્યુચ્યઅલ ફંડસમાં રોકાણ કેવી રીતે કરશો ?
ફિકસ ડિપોઝીટ કરાવવી બહુ સહેલું કાર્ય છે, પણ મ્યુચ્યઅલ ફંડસમાં ખાતું ખોલાવવું અઘરું છે. જા તમારા મગજમાં પણ આ જ ખયાલ હોય તો મ્યુચ્યઅલ ફંડસમાં શરૂઆત કરવી એ ધાર્યા કરતાં સહેલું છે. મ્યુચ્યઅલ ફંડમાં એકાઉન્ટ ખોલાવવા માટે વન ટાઈમ રજીસ્ટ્રેશન જરૂરી છે. ત્યારબાદ તમે ફંડસને એક ક્લીકમાં ખરીદી અને વેચી શકો છો.
મ્યુચ્યઅલ ફંડસમાં રોકાણ કરવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. જેના માટે તમને સામાન્ય પુરાવા પેનકાર્ડ, સરનામાનો પુરાવો, (ડ્રાઈવિંગ લાયન્સ કે ટેલિફોન/ઈલેકટ્રીસીટી બિલ) પાસપોર્ટ સાઈઝ ફોટો અને કેન્સલ ચેકની જરૂર પડે છે.
તમારે મ્યુચ્યઅલ ફંડ એડવાઈઝરને ઉપર મુજબના દરેક પુરાવાની તમારી સહી કરેલી ઝેરોક્ષ કોપી આપવાની રહે છે. જેને મ્યુચ્યઅલ ફંડ એડવાઈઝર અસલ પુરાવા સાથે ચેક કરીને કેવાયસીની પ્રક્રિયાને ...
હવે તો કેવાયસીની પ્રક્રિયા સરળ થઈ ગઈ છે અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઈલેકટ્રોનિક રીતે પરિપૂર્ણ કરી શકાય છે અથવા તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારી ટીમ ટૂંક સમયમાં તમારી સમક્ષ હાજર થઈ જશે.