મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બનાવો
મ્યુચ્યઅલ ફંડસનો પોર્ટફોલિયો બનાવવાની વિસ્તૃત જાણકારી લેતા પહેલાં આપણે એને લગતા જરૂરી પરિબળોને સમજીએ.
સહુ પ્રથમ તો એ નક્કી કરવું જાઈએ કે આપણે ભવિષ્ય માટે કેટલી રકમની બચત કરવી છે ? ? દાખલા તરીકે જા તમે આવનારા દસ વરસમાં તમારા બાળકોના શિક્ષણ માટે જરૂર પડનારી રકમ માટે ૧૦ લાખ ભેગા કરવા ઈચ્છતા હોવ તો આજે નાની રકમથી શરૂઆત કરો.
તમારી બચત ૧ર ટકાના દરે વધશે એ મુજબ તમારે ફકત ૪૩૪૭/- રૂપિયાની માસિક બચતથી શરૂઆત કરવી જાઈએ. એસઆઈપી કે ઉપલક કોઈ એક રકમથી શરૂઆત કરવાની સાથે તમારે તમારો રિસ્ક પ્રોફાઈલ પણ ગણી લેવો.
એક વખત તમે રકમ, રિસ્ક પ્રોફાઈલ અને રોકાણની સમયમર્યાદા નક્કી કરી લો તો અમારો અલ્ગોરિધમ તમને કયા ફન્ડમાં રોકાણ કરવું એ અંગે પણ સૂચન કરશે. ઉદાહરણ તરીકે જા તમે સારું એવું જાખમ ઉપાડી શકનારા રોકાણકાર હોય અને (લગભગ ૭૦ ટકા ઇક્વિટી લોકેશન) પાંચ વરસથી વધારે સમય માટે ૧૦,૦૦૦નું રોકાણ કરવા માંગતા હોય તો અમારું અલ્ગોરિધમ તમને ૬૦૦ ઇક્વિટી ફન્ડસમાં, ર૦૦૦ ડેટ ફંડસમાં અને ર૦૦૦ બેલેન્સ ફંડસમાં રોકાણ કરવાની સલાહ આપશે. અમારું ફંડ અલ્ગોરિધ તમને દરેક કયા ફંડમાં અને કયા પ્રકારના રિસ્ક એસેટ કલાસમાં રોકાણ કરવું એ વિશે પણ સૂચન કરશે.
આ ફિન્ત્રાએ સૂચેલ પોર્ટફોલિયો છે જે તમારા રિસ્ક પ્રોફાઈલ, રોકાણની રકમ અને રોકાણની સમયમર્યાદા પર આધારિત છે. આવનારા ભાગમાં તમને એ જણાવીશું કે અમે કંઈ રીતે ફંડની પસંદગી કરીએ છીએ.