અમે ફંડ્સ કેવી રીતે પસંદ કરીએ
ફંડસના માર્કેટમાંથી મ્યુચ્યઅલ ફંડની પસંદગી એ સહેલ વાત નથી. એના માટે ગુણાત્મક અને માત્રાત્મક વિશ્લેષણ મદદથી ટોપ ફ્રન્ડસની પસંદગી કરવામાં આવે છે. જેના બાદ દર છ મહિને અમે અમારી તરફથી સૂચવેલા ફંડમાં ફેરફાર કરતા રહીએ છીએ.
માત્રાત્મક વિશ્લેષણઃ અમે વળતરની એકાગ્રતા, શાર્પ રેશીઓ, એયુએમ ગ્રોથ વગેરે. પરિબળોનો ઉપયોગ કરીને લાંબી-મોટી ગણતરી માંડયા બાદ શ્રેષ્ઠ ફંડસ પર અમારી પસંદગી ઉતારીએ છીએ.
ગુણાત્મક વિશ્લેષણઃ અમે ફંડસની લાંબી ગણતરી કર્યા સિવાય ફંડસનો ઊંડો અભ્યાસ પણ કરીએ છીએ. અમે ફંડ હાઉસની સ્ટ્રેટેજી, ઈન્વેસ્ટમેન્ટ ટીમ, ઈન્વેસ્ટમેન્ટ મેન્ડેર વગેરે જેવા પરિબળોને પણ ધ્યાનમાં લઈએ છીએ જે ફંડના ભવિષ્યના પ્રદર્શન પર મહ¥વની અસર કરતા હોય છે.
તમારા રિસ્ક પ્રોફાઈલ, સમયમર્યાદા અને રોકાણની રકમને પણ ધ્યાનમાં લઈને અમારું પોર્ટફોલિયો અલ્ગોરિધમ ફન્ડસની પસંદગી કરે છે. અમારું સ્માર્ટ અલ્ગોરિધમ તમારા રિસ્ક પ્રોફાઈલને ધ્યાનમાં લઈને તમારી રકમને ડેટ, ઇક્વિટી કે હાઈબ્રીડફંડમાં વહેંચે છે. આ ઉપરાંત રોકાણની સમયમર્યાદા મુજબ ટૂંકા કે લાંબા સમયગાળાના રોકાણ કરવાની તમને સલાહ આપવામાં આવે છે.
ઉદાહરણ તરીકે ઇક્વિટી ફંડસમાં સ્મોલ કેપ અને મિડ કેપ ફન્ડસમાં લાંબા સમયગાળા માટે અને લાર્જ કેપ ફન્ડસમાં ટૂંકા ગાળા માટે રોકાણ કરવું સલાહભર્યું છે. એ જ અલ્ગોરિધ ટૂંકા અને લાંબા સમયગાળા મુજબ ડેટ ફંડની પસંદગી કરે છે. અલ્ગોરિધમ ગિલ્ટ ફંડસને લોઅર રિસ્ક પ્રોફાઈલ ધરાવતા રોકાણકારો માટે પસંદ કરે છે.
હવે તમને પોર્ટફોલિયો બનાવવાની અગત્યતા સમજાઈ હશે. અહી ક્લિક કરીને અમારા પોર્ટફોલિયા ટુલની મદદથી તમારો પોર્ટફોલિયો પણ તમે તૈયાર કરી શકો છો.