રિસ્ક પ્રોફાઈલ શું છે?
શું તમે કયારેય કોઈની પાસેથી રોકાણ અંગે સલાહ લીધી છે ? શું તમે તમારા દોસ્ત કે કુટુંબીજનોની વાત સાંભળીને મ્યુચ્યઅલ ફંડસ કે સ્ટોકસ વગેરેમાં રોકાણ કર્યું છે ? ?
શું તમારા મતે આ રોકાણ કરવા માટેનો યોગ્ય ઉપાય છે ? કદાચ નહિ. કોઈપણ ફંડમાં રોકાણ કરતા પહેલા તેનું રિસ્ક પ્રોફાઈલ જાણ્યા બાદ જ રોકાણ કરવું જાઈએ.
રિસ્ક પ્રોફાઈલને જુદા-જુદા પાંચ ભાગમાં વહેંચી શકાય. આ રિસ્ક પ્રોફાઈલ જુદા-જુદા કારણો પર નિર્ભર કરે છે. જેમ કે વયજૂથ, રોકાણનો હેતુ, જાખમ લેવાનો સાહસ વગેરે...
રિસ્ક પ્રોફાઈલ |
ડેટ એલોકેશન ટકાવારીમાં |
ઇક્વિટી એલોકેશન ટકાવારીમાં |
વળતર (આશાસ્પદ) ટકાવારીમાં |
નીચું |
90% - 100% |
0 - 10% |
6% - 10% |
માધ્યમ નીચા |
70% - 90% |
10% - 30% |
10% - 12% |
માધ્યમ |
50% - 70% |
30% - 50% |
12% - 15% |
માધ્યમ ઉંચું |
30% - 50% |
50% - 70% |
15% - 20% |
ઉંચું |
10% - 30% |
70% - 90% |
>20% |
ઉપરના આ ચાર્ટની મદદથી તમે નક્કી કરી શકો છો કે તમારે તમારા રિસ્ક પ્રોફાઈલ પ્રમાણે કેટલી રકમ ડેટ ફંડમાં કે ઇક્વિટી ફંડમાં રોકવી જાઈએ. તમે રિસ્ક પ્રોફાઈલ કેલકયુલેટરનો પણ ઉપયોગ કરી શકો છો. આ કેલકયુલેટર ગુણાત્મક કે માત્રાત્મક પદ્ધતિ દ્વારા તમારા રિસ્ક પ્રોફાઈલની ગણતરી કરે છે.