શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ
તમારા રોકાણથી પૈસાદાર બનીને તમે વરસની અંદર તમારું રોકાણ મ્યુચ્યઅલ ફંડમાંથી ઉપાડી લેવા ઈચ્છો છો. ભારતીય કાયદાકીય જાગવાઈ મુજબ તમને મળેલો નફો તમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ ભરવાનો ઉમેદવાર બનાવે છે. જુદા-જુદા ફંડસ માટે ટેકસ ભરવાનો સમય જુદો જુદો હોય છે.
બધા જ ડેટ અને લિક્વિડ ફંડસની મુદ્દત ૩૬ મહિનાની હોય છે જ્યારે બેલેન્સ અને ઇક્વિટી ફંડસની મુદ્દત ૧ર મહિનાની હોય છે. જેમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ ભરવા માટે તમે લાયક બની જાવ છો. ડેટ ફંડસ પર તમારી આવકના ધોરણ મુજબ અને ઇક્વિટી તેમજ બેલેન્સ ફંડસ પર નેટ ૧પ ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ ભરવો પડે છે.
ડેટ ફન્ડ
ધારો કે તમારે ડેટ ફંડમાં ૧,૦૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યા બાદ બે વરસમાં તેનો ઉપાડ કરવો છે. હાલમાં તમારા રોકાણની બજાર કિંમત ૧,૧૦,૦૦૦ રૂપિયા છે. જેના કારણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ ર૦૦૦ રૂપિયા ભરવો પડશે.
ઇક્વિટી/ બેલેન્ડ ફંડ
ધારો કે તમે ૧૦,૦૦૦ નો નફો ઇક્વિટી અથવા બેલેન્સ ફંડ પર કમાવો તો તમારે ૧પ૦૦ રૂપિયાનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ ચૂકવવો પડશે.
જા એસઆઈપી દ્વારા તમે રોકાણ કરતા હોવ તો છેલ્લા ૧ વરસ દરમિયાન અને ડેટ ફંડ હોય તો છેલ્લા ૩ વરસ દરમિયાન મેળવેલા યુનિટ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ ભરવો પડશે. બાકીના યુનિટ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ ભરવા પાત્ર ગણાશે, જે આપણે આગળ જાઈશું...