લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ
ઈન્કમ ટેકસના કાયદાની જાગવાઈ પ્રમાણે, ઈન્વેસ્ટમેન્ટના ૧ વર્ષ પછી ઇક્વિટી અને બેલેન્સ્ડ ફન્ડસમાં થતા લાભના ૧૦ ટકા ટેકસ ચૂકવવો પડે અને ઈનવેસ્ટમેન્ટના ૩ વર્ષ પછી લાભના ર૦ ટકા ટેકસ ચૂકવવો પડે. આ ટેકસને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેકસ કહે છે.
આમ તો ઇક્વિટી ફન્ડસને કોઈપણ પ્રકારના લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેકસથી બાકાત રાખવામાં આવ્યા હતા, પણ ર૦૧૮ના બજેટની જાગવાઈમાં સરકારે ઇક્વિટી ફન્ડસના રોકાણમાં ૧ લાખથી વધુ નફો થાય તો ૧૦ ટકા ટેકસ નાખવાનું ઠરાવ્યું હતું. જેનો અર્થ એ થાય છે કે જ્યારે પણ તમે ઇક્વિટી મ્યુચ્યઅલ ફન્ડસમાંથી પૈસાનો ઉપાડ કરો છો તો તમારે ૧ લાખની રકમ બાદ કરીને બાકીના થતા પ્રોફિટ પર ૧૦ ટકા ટેકસ ભરવો પડશે. જા તમારો પ્રોફિટ ૧ લાખની નીચે હશે તો તમારે કોઈ ટેકસ ભરવાનો નહિ આવે. આ જાગવાઈ ડેબ્ટ ફંડ પર પણ લાગુ પડે છે. લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેકસને સમજવા આ ઉદાહરણ જાઈએ.
ઇક્વિટી / બેલેન્ડ ફંડઃ
માની લો કે તમે ઇક્વિટી મ્યુચ્યઅલ ફન્ડમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. ૧૦ વર્ષ પછી આ રોકાણની કિંમત થાય છે ૧૦ લાખ રૂપિયા. તમારો પ્રોફિટ થશે ૯ લાખ રૂપિયા જેમાંથી તમારે ૧ લાખ રૂપિયા બાદ કરીને બાકીના ૮ લાખ રૂપિયા પર ૧૦ ટકા એટલે કે ૮૦ હજાર રૂપિયા ટેકસ ભરવાનો થશે.
ડેબ્ટફન્ડસ માટે
ડેબ્ટ ફન્ડસમાં ઈન્ડેકસેશન મેથડનો ઉપયોગ કરીને ર૦ ટકા જેટલો ટેકસ ભરવો પડે છે. ઈન્ડોકસેશનનો મતલબ થાય છે કે પૂરા પ્રોફિટ પર ટેકસ ચૂકવવાને બદલે તમે ઈન્ફલેશન એડજસ્ટેડ પ્રોફિટ પર જ ટેકસ ચૂકવો છો. આવું કરવાથી તમારે ભરવો પડતો ટેકસ થોડા ઘણા અંશે ઘટી જશે. આ માટે તમારે ઈન્કમ ટેકસ વિભાગ દ્વારા આપવામાં આવેલા ફેકટર સાથે તમારા પ્રોફિટનો ગુણાકાર કરવો પડશે. આ ફેકટર કોસ્ટ ઓફ ઈન્ફલેશન ઈન્ડેકસ તરીકે ઓળખાય છે. માની લો કે આ ફેકટરનું મૂલ્ય ૦.૮ આવે છે અને તમારો પ્રોફિટ ૧ લાખ રૂપિયા છે તો તમારે ૧,૦૦,૦૦૦ ગુણયા ૦.૮ એટલે કે ૮૦,૦૦૦ પર ટેકસ ચૂકવવો પડશે. આ ટેકસ ર૦ ટકામુજબ ૧૬,૦૦૦ રૂપિયા થશે. એસઆઈપી (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) માં તમારો ટેકસ રોલિંગ બેઝીજ પર ગણાશે જે યુનિટસ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેકસ માટે કવોલીફાય થશે. એના પર જ ટેકસ ચૂકવાશે, જયારે બાકીના યુનિટસ પર શોર્ટ ટર્મ ગેઈન્સ ટેકસ ચૂકવવો પડશે.